Skip to main content

Posts

Showing posts from June, 2024

Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો.

   Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો. ગરવી ગુજરાત થીમ આધારિત તા.23.09.2024 ના સોમવારના દિને BRC કક્ષાએ  કલા ઉત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધા, ગાયન સ્પર્ધા, વાદન સ્પર્ધા અને બાળ કવિ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રાથમિક શાળા હરણગામના  રોનક કિરીટભાઈ પટેલ સંગીત વાદનમાં પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. ગાયન સ્પર્ધામાં પ્રિન્સ અભિમન્યુ હળપતિ પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. વિજેતા વિદ્યાર્થીઓને સી.આર.સી.શ્રી.કૉ. ઓ. ફડવેલ, બી.આર.સી.શ્રી.કૉ. ઓ. ચીખલી તા.પ્રા.શિ.શ્રી ચીખલી, પ્રમુખ શ્રી ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને તમામ હોદ્દેદારો, ચીખલી શિક્ષક પરિવાર ગ્રૂપ પે સેન્ટર રાનકુવા શિક્ષક પરિવાર ,હરણગામના ગ્રામજનો ,શાળા પરિવાર, શાળા વ્યવસ્થાપન સમિતિ હરણગામ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વિજેતા થયેલ બાળકો અને એમને પ્રોત્સાહન અને તાલીમ આપી તૈયાર કરનાર સારસ્વત ભાઈ શ્રી સુનિલભાઈ , સાથી કલાકાર શ્રી ટ્વિન્કલભાઈ , મંજીરા વાદક વિદ્યાર્થી પ્રિન્સ પટેલનો શાળા પરિવાર સાભિનંદન સાથે આભાર માને છે.

Khergam (Vav) : ખેરગામ તાલુકાના વાવ પ્રાથમિક શાળા અને રાઘવા ફળિયા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો.

Khergam (Vav) : ખેરગામ તાલુકાના વાવ પ્રાથમિક શાળા અને રાઘવા ફળિયા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો. તારીખ 26-06-2 024નાં દિને નવસારી જિલ્લાના વાવ પ્રાથમિક શાળા ખાતે વાવ અને રાઘવા ફળિયા પ્રાથમિક શાળાનો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ચીખલીના નાયબ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ ગોહિલની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં બાલવાટિકાનાં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ અવસરે પ્રવેશ મેળવનાર બાળકોના ઉજ્જવળ ભવિષ્યના આશીર્વાદ પાઠવતાં નાયબ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારની વિવિધ યોજનાઓના સુચારુ અમલીકરણ માટે મુખ્ય મંત્રી સહિત સમગ્ર મંત્રીમંડળ સક્રિય છે. શાળામાં પ્રવેશ પામનારા બાળકોનો ઉત્સાહ જળવાઈ રહે તે માટે સરકાર અથાક પ્રયત્નો કરી રહી છે, જેના ભાગરૂપે દર વર્ષે શાળાની શરૂઆતમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. બાળકો નિયમિત શાળાએ આવે સારું ભણીને આગળ વધે અને શાળા ગામનું નામ રોશન કરે તેવી અભિલાષા તેમણે વ્યક્ત કરી હતી. શાળાઓમાં વાલીઓની હાજરી જોઈ સંતોષ વ્યક્ત કર્યો હતો. અહીંનો ડ્રોપ આઉટ રેશિયો શૂન્ય છે અને ખાનગી શાળામાં અભ્યાસ કરતા

Ahamedabad District shala Praveshotsav 2024 : Ahmedabad City, Daskroi, Sanand, Viramgam, Detroj-Rampura, Mandal, Bavla, Dholka, Dhandhuka, Dholera

  Ahamedabad District shala Praveshotsav 2024 : Ahmedabad City, Daskroi, Sanand, Viramgam, Detroj-Rampura, Mandal, Bavla, Dholka, Dhandhuka, Dholera  શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ, ખેંગારિયા પ્રાથમિક શાળા શાળા પ્રવેશોત્સવ..કન્યા કેળવણી મહોત્સવ.. ખેંગારિયા.2024-25 Posted by  Khengariya PrimarySchool  on  Wednesday, June 26, 2024 Posted by  Info Ahmedabad GoG  on  Thursday, June 27, 2024 Posted by  Info Ahmedabad GoG  on  Thursday, June 27, 2024 Posted by  Info Ahmedabad GoG  on  Thursday, June 27, 2024

Khergam|shamala faliya| Pomapal :શામળા ફળિયા પ્રાથમિક શાળા અને પોમાપાળ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો.

   Khergam|shamala faliya| Pomapal :શામળા ફળિયા પ્રાથમિક શાળા અને પોમાપાળ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો. તારીખ : 26-06-2024નાં દિને   શામળા ફળિયા ક્લસ્ટરની  શામળા ફળિયા પ્રાથમિક શાળા અને પોમાપાળ શાળાનો સયુંકત કન્યા  કેળવણી, શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો હતો. જે નાયબ પોલિસ અધિક્ષકશ્રી ( વિભાગીય), ચીખલીનાં માનનીય શ્રી ભગીરથસિંહ ગોહિલ સાહેબની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં શામળા ફળિયા પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં 4 બાળકો, ધોરણ 1માં 8 બાળકો અને આંગણવાડીમાં 1 બાળક, જ્યારે પોમાપાળ પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં 5 બાળકો, ધોરણ 1માં 7 બાળકો અને આંગણવાડીમાં 2 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. સાહેબશ્રી શાળાનાં આચાર્યશ્રી પ્રજ્ઞાબેન પટેલ દ્વારા પુસ્તકથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રી ભગીરથસિંહ ગોહિલ સાહેબ દ્વારા પ્રવેશપાત્ર બાળકોને દફતર અને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી. જ્યારે  ગ્રામ પંચાયતના સભ્યશ્રી હેમલતાબેન પટેલ દ્વારા પ્રવેશપાત્ર બાળકોને નોટબુક સહિત શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખેરગામ ગ્રામ પંચાયતના સભ્યશ્રી હેમલતાબેન પટેલ અને

Khergam: કુમારશાળા ખેરગામ અને કન્યાશાળા ખેરગામ નો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ 2024 ઉજવાયો.

Khergam: કુમારશાળા ખેરગામ અને કન્યાશાળા ખેરગામ નો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ 2024 ઉજવાયો. આજરોજ તા.26/06/2024 ના બુધવારના દિને કુમારશાળા ખેરગામ અને કન્યાશાળા ખેરગામ નો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ નો કાર્યક્ર્મ કુમારશાળા ખેરગામના પ્રાર્થનાખંડમાં રાખવામાં આવ્યો હતો. જેમાં બાલવાટિકા માં 20 કુમાર અને 18 કન્યાઓને તેમજ ધોરણ 1માં 3 કુમાર અને 3 કન્યાઓ મળીને કુલ 44 બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. શાળામાં અભ્યાસ કરતા વિશિષ્ટ પ્રતિભા ધરાવતા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તમામ બાળકોને શાળા પરિવાર તરફથી દફતર તથા વિવિધ પ્રકારની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ગાંધીનગર સચિવાલય શિક્ષણ વિભાગ થી ઉપસ્થિત ઉપ સચિવ  શ્રી આશિષભાઈ ચૌધરી સાહેબે તમામ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. શ્રી ચૌધરી સાહેબે ધોરણ 3 થી 8 ની ઉત્તરવહી અને એકમ કસોટી ચેક કરી શિક્ષકોને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્ર્મના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.બાળકો માટેની નિપુણ ભારત કાર્યક્રમ અંતર્ગત ધોરણ 1 થી 8 માટે પૂરી પાડવામાં આવેલ વિવિધ શૈક્ષણિક સામગ્રી નું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું.આ પ્રસંગે  ગ્રામજનો,

બુહારી : ગણદેવી વિધાનસભાના ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલે તાપી જિલ્લાના બુહારી ખાતે માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કુમાર - કન્યા છાત્રાલયની મુલાકાત લીધી.

 બુહારી : ગણદેવી વિધાનસભાના ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલે તાપી જિલ્લાના બુહારી ખાતે માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કુમાર - કન્યા છાત્રાલયની મુલાકાત લીધી. તારીખ ૨૫-૦૬-૨૦૨૪નાં દિને ગણદેવી વિધાનસભાના ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલે તાપી જિલ્લાના બુહારી ખાતે માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કુમાર - કન્યા છાત્રાલયની મુલાકાત લઈ અભ્યાસાર્થે છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ સાથે તેમના ભવિષ્ય અંગે તથા છાત્રાલયમાં તેમને મળતી સુવિધાઓ અને શિક્ષણ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી. ત્યારબાદ આશ્રમશાળાના નવનિર્માણ પાણી રહેલા મકાનના બાંધકામનું નિરીક્ષણ કર્યું. આજરોજ તાપી જિલ્લાના બુહારી ખાતે માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કુમાર - કન્યા છાત્રાલયની મુલાકાત લઈ અભ્યાસાર્થે... Posted by  Naresh Patel  on  Tuesday, June 25, 2024

Rajpipla(Narmda): "ઉજવણી... ઉલ્લાસમય શિક્ષણની"

   Rajpipla(Narmda): "ઉજવણી... ઉલ્લાસમય શિક્ષણની" નર્મદા જિલ્લામાં ત્રિ-દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરાશે આગામી તા. ૨૬ થી ૨૮ જૂન, ૨૦૨૪ દરમિયાન યોજાનાર શાળા પ્રવેશોત્સવનો આશય શિક્ષણ પ્રત્યે જાગૃતિ કેળવવાનો રાજપીપલા, સોમવાર :- કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સંદર્ભે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે યોજાયેલી બ્રીફિંગને નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા સહિતના ઉચ્ચ અધિકારીઓ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળીને માર્ગદર્શન મેળવ્યું હતું. આ બ્રીફિંગને નિહાળ્યા બાદ જિલ્લા કલેક્ટર શ્રીમતી તેવતિયાએ નર્મદા જિલ્લામાં જિલ્લાકક્ષાએ આગામી તા. ૨૬ થી ૨૮ જૂન, ૨૦૨૪ દરમિયાન યોજાનારી ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના રૂટનું સુવ્યવસ્થિત આયોજન કરવા તેમજ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્ણ ભાગીદારી નોંધાવવા માટે રચનાત્મક સૂચનો કરીને માર્ગદર્શિત કર્યા હતા.  ઉલ્લેખનીય છે કે, શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો આશય વિદ્યાર્થીઓનું સો ટકા નામાંકન થાય, વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘ

દેશ વિદેશના સમાચાર (24-06-2024)

       દેશ વિદેશના સમાચાર (24-06-2024)

Navsari : નવસારીના જીલ્લાના કછોલ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક કિશોરભાઈ આહીરનો નિવૃત્તિ વિદાય સત્કાર સમારોહ યોજાયો.

 Navsari : નવસારીના જીલ્લાના કછોલ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક કિશોરભાઈ આહીરનો નિવૃત્તિ વિદાય સત્કાર સમારોહ યોજાયો. તારીખ:- 20/6/2024 ગુરુવારના રોજ શાળાના મુખ્ય શિક્ષકશ્રી. કિશોરભાઈ મંગાભાઈ આહીર નો નિવૃત્તિ વિદાય સત્કાર સમારોહમાં મુખ્ય મહેમાન શ્રી વિશાલસિંહ રાઠોડ (તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી,નવસારી) ,જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ, મહામંત્રી તથા કારોબારી સભ્ય, તાલુકા શિક્ષણ સંઘના પ્રમુખ, મહામંત્રી, બી.આર.સી.કો.,સી.આર.સી.કો.બીટ નિરીક્ષકશ્રી,ગામના ઉપસરપંચશ્રી,એમના પરિવારજનો, .એમ.સી. સભ્યો, ગામના તેમજ અન્ય આમંત્રિત મહેમાનો, ગ્રામજનો અને બાળકોની હાજરીમાં યોજવામાં આવ્યો.       એમણે તા: -20/ 6 /2000 થી અત્રેની શાળામાં શિક્ષણની સેવામાં જીવન સમર્પિત કરેલ છે. સમગ્ર કાર્યકાળમાં સૌ સાથે સુમેળભર્યા આત્મીયતાના વ્યવહારો હંમેશા યાદ રહેશે.      આપનું નિવૃત્તિ પછીનું શેષ જીવન પરિવાર સાથે આનંદથી પસાર થાય. આપ દીર્ધાયુષી અને સ્વાસ્થય સભર જીવન વ્યતીત કરો એવી સૌની શુભેચ્છાઓ..