Skip to main content

Posts

Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો.

   Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો. ગરવી ગુજરાત થીમ આધારિત તા.23.09.2024 ના સોમવારના દિને BRC કક્ષાએ  કલા ઉત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધા, ગાયન સ્પર્ધા, વાદન સ્પર્ધા અને બાળ કવિ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રાથમિક શાળા હરણગામના  રોનક કિરીટભાઈ પટેલ સંગીત વાદનમાં પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. ગાયન સ્પર્ધામાં પ્રિન્સ અભિમન્યુ હળપતિ પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. વિજેતા વિદ્યાર્થીઓને સી.આર.સી.શ્રી.કૉ. ઓ. ફડવેલ, બી.આર.સી.શ્રી.કૉ. ઓ. ચીખલી તા.પ્રા.શિ.શ્રી ચીખલી, પ્રમુખ શ્રી ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને તમામ હોદ્દેદારો, ચીખલી શિક્ષક પરિવાર ગ્રૂપ પે સેન્ટર રાનકુવા શિક્ષક પરિવાર ,હરણગામના ગ્રામજનો ,શાળા પરિવાર, શાળા વ્યવસ્થાપન સમિતિ હરણગામ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વિજેતા થયેલ બાળકો અને એમને પ્રોત્સાહન અને તાલીમ આપી તૈયાર કરનાર સારસ્વત ભાઈ શ્રી સુનિલભાઈ , સાથી કલાકાર શ્રી ટ્વિન્કલભાઈ , મંજીરા વાદક વિદ્યાર્થી પ્રિન્સ પટેલનો શાળા પરિવાર સાભિનંદન સાથે આભાર માને છે.

ચીખલી : ચીખલી ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.

 ચીખલી : ચીખલી ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં ગણદેવી ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ સહિત જિલ્લાના હોદેદારો, આગેવાનો, અધિકારીઓ, નગરજનો અને બાળકો સાથે જોડાઇને યોગ સંદેશ આપ્યો હતો. તે સાથે માનનીય વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રી યોગ સંદેશ સાંભળી પ્રેરણા મેળવી હતી. આજે સમગ્ર વિશ્વ જ્યારે #InternationalYogaDay ઉજવી રહ્યું છે ત્યારે, ચીખલી ખાતેથી જિલ્લાના હોદેદારો, આગેવાનો, અધિકારીઓ,... Posted by Naresh Patel on  Thursday, June 20, 2024

Valsad: વલસાડ જિલ્લો બન્યો યોગમયઃ તિથલ સ્વામિનારાયણ મંદિરે જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી

 Valsad: વલસાડ જિલ્લો બન્યો યોગમયઃ તિથલ સ્વામિનારાયણ મંદિરે જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી  શારીરિક અને માનસિક બિમારીઓને ભગાવવાનું કામ યોગ કરે છે:- સાંસદશ્રી ધવલભાઈ પટેલ   આવનારી પેઢીને પણ યોગનો વૈશ્વિક સ્તરે બહોળો ફેલાવો કરવા માટે સાંસદશ્રીએ આહવાન કર્યુ  શ્રીનગરથી વડાપ્રધાનશ્રી અને નડાબેટથી મુખ્યમંત્રીશ્રીનું પ્રેરક સંબોધનનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું જિલ્લાના તમામ તાલુકા કક્ષાએ તેમજ સરકારી કચેરીઓમાં વિશ્વ યોગ દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી  માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૧ જૂન         ‘‘સ્વયં અને સમાજ માટે યોગ’’ના સંદેશ સાથે આજે તારીખ ૨૧ જૂનના રોજ વલસાડના રમણીય તિથલ બીચ પર સ્થિત સ્વામિનારાયણ મંદિરના ડોમમાં વલસાડ-ડાંગના સાંસદશ્રી ધવલભાઈ પટેલની અધ્યક્ષતામાં અંદાજે ૨૦૦૦ જેટલા લોકોએ યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરી જિલ્લા કક્ષાના ૧૦માં વિશ્વ યોગ દિવસની શાનદાર ઉજવણી કરી હતી. કાર્યક્રમ દરમિયાન શ્રીનગરથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને નડાબેટથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પ્રેરક સંબોધનનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌ કોઈએ નિહાળ્...

Navsari : નવસારી જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

Navsari : નવસારી જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ આગામી સમયમાં ચોમાસા સંદર્ભે પૂર્વ તૈયારી અને સુઆયોજન સાથે ફરજ નિભાવવા અપીલ કરતા જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે નવસારી, તા.૨૧: આજરોજ નવસારી જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા સહિત વિવિધ સંકલન સમિતિના સભ્યોને ઉપસ્થિતીમાં યોજાઇ હતી.  આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ પદાધિકારીશ્રીઓને આવકારી બેઠકનો પ્રારંભ કરાયો હતો. જેમાં ભાગ-૧માં પદાધિકારીઓ વતી મળેલા પ્રશ્નો અંગે ચર્ચા તથા ભાગ-૨માં સંકલન સમિતિના નિયમિત મુદ્દાઓ અંગે જરૂરી માર્ગદર્શન અધ્યક્ષશ્રીએ આપ્યું હતું.  વધુમાં આગામી દિવસોમાં આવી રહેલા વિકાસલક્ષી કાર્યક્રમો જેમાં શાળા પ્રવેશોત્સવ, શાળા આરોગ્ય તપાસણી જેવા કાર્યક્રમોમાં તમામ વિભાગો એકમેક સાથે સંકલનથી કાર્ય કરી સુચારૂ રીતે તમામ કાર્યક્રમો પુરા પાડે તે માટે માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે આવતા સમયમાં ખાસ કરીને ચોમાસામાં પૂર્વ તૈયારી અને સુઆયોજન સાથે ફરજ નિભાવવ...

Khergam (Vad) : ખેરગામનાં વાડ મુખ્ય શાળામાં વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરાયું.

  Khergam (Vad) : ખેરગામનાં વાડ મુખ્ય શાળામાં વિદ્યાર્થીઓને નોટબુકનું  વિતરણ કરાયું.  તારીખ 18/06/2024 ને મંગળવાર ના રોજ વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 ના બાળકો માટે મફત નોટબુક વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વાડ ગામના અગ્રગણ્ય ખેડૂત અગ્રણી, સામાજિક કાર્યકર અને  ખેરગામ વિસ્તારમાં દાતારના નામથી ઓળખ ધરાવતા  શ્રી દિનેશભાઈ તથા એમના ધર્મપત્નિ ભારતીબેન તરફથી વિના મૂલ્યે નોટબૂકનું વિતરણ કરાયું હતું.  જેમાં  દર વર્ષની જેમ આ વર્ષે પણ ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા 240 જેટલા બાળકનોને મફત નોટબુક આપી હતી. આ કાર્યક્રમમાં શાળાનાં આચાર્ય શ્રી કિરીટભાઇએ એમનું પુષ્પથી સ્વાગત કર્યુ અને ભારતીબહેનનું સ્વાગત શાળાની તમામ બહેનોએ સાથે મળી કર્યું હતું તેમજ શાળાના આચાર્યશ્રી એ દિનેશભાઈ અને તેમના પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.  ભવિષ્યમાં પણ એમનો શાળાના બાળકો માટે આવોજ પ્રેમ અને સહકાર મળતો રહેશે  એ માટે આશા વ્યકત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના ઉપશિક્ષક શ્રી ધર્મેશકુમાર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ શાળાના તમામ સ્ટાફ મિત્રોએ કાર્યક્રમ ને સફળ...

ખેરગામ તાલુકાના પાણીખડક ખાતે અતિથિ ઢાબાનું ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું.

 ખેરગામ તાલુકાના પાણીખડક ખાતે અતિથિ ઢાબાનું ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું.   તારીખ: ૧૮-૦૬-૨૦૨૪નાં દિને ખેરગામ તાલુકાના પાણીખડક ગામ ખાતે શ્રીમતી મીરાબેન તથા શ્રી હર્ષદભાઈ પટેલ (ખેરગામ લહેરકા ફળિયા)નાં નવા સોપાન અતિથિ ઢાબાનું ઉદ્ઘાટન ગણદેવી વિધાનસભાના ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના  હસ્તે કરવામાં આવ્યું હતું. તેમજ તેમણે અતિથિ ઢાબાની સફળતાની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયતનાં સભ્ય અને પૂર્વ પ્રમુખશ્રી ભીખુભાઈ આહીર, સામજિક આગેવાનો, સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ ખેરગામ તાલુકાના પાણીખડક ગામ ખાતે શ્રીમતી મીરાબેન તથા શ્રી હર્ષદભાઈ પટેલના નવા સોપાન અતિથિ ઢાબાનું ઉદ્ઘાટન કર્યું તથા સફળતાની શુભકામનાઓ પાઠવી. Posted by Naresh Patel on  Monday, June 17, 2024

સંકલ્પ એજયુકેશન ગૃપ દ્વારા ખેરગામ તાલુકાનાં રૂઝવણી ગામની પજ્ઞાચક્ષુ દીકરીને આર્થિક સહાય.

સંકલ્પ એજયુકેશન ગૃપ દ્વારા ખેરગામ તાલુકાનાં રૂઝવણી ગામની પજ્ઞાચક્ષુ દીકરીને આર્થિક સહાય. તારીખ : 16-06-2024નાં દિને સંકલ્પ એજયુકેશન ગૃપ દ્વારા ખેરગામ તાલુકાનાં રૂઝવણી ગામની પજ્ઞાચક્ષુ દીકરીને આર્થિક સહાય આપવામાં આવી હતી  ખેરગામ તાલુકાના રૂઝવણી ગામના દુકાન ફળિયામાં રહેતી પ્રિયંકાબેન જેરામભાઈ પટેલ આણંદની વિદ્યાનગર સરદાર પટેલ કોલેજમાં એમ. એ.નાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. તે (પ્રજ્ઞાચક્ષુ)  બંને આંખે જોઈ શકતા નથી . છતાં પણ અભ્યાસ પ્રત્યેની તેમની રુચિ અને હિંમતને સલામ ભરવાનું મન થાય. તે ભણતરની સાથે સંગીતના ક્લાસિસ પણ કરે છે. તેમના  માતા હયાત નથી, પિતા મજૂરી કામ કરી દીકરીને ભણાવે છે. સંકલ્પ એજ્યુકેશન ગૃપ દ્વારા દીકરીને 15,000/- ની આર્થિક સહાય આપવામાં આવી.   પ્રિયંકા પટેલની માહિતી સંક્લ્પ એજયુકેશન ગૃપ સુધી વલસાડ આરોગ્ય શાખામાં ફરજ બજાવતા વૈભવ પટેલે પહોંચાડી હતી.  સંકલ્પ એજ્યુકેશન ગૃપનાં  સભ્યો તથા ખેરગામ તાલુકાનાં સેવાભાવી અગ્રણીઓ વૈભવ પટેલ (નારણપોર ખેરગામ), દિનેશભાઈ પટેલ, (નિવૃત્ત નિયામક, ગ્રંથપાલ), શૈલેષભાઈ પટેલ (વેણ ફળિયા, ખેરગામ), વિજયભાઈ પટેલ,સોશિયલ ઓડ...

Valsad,Navsari,Dang News paper updates 15-06-2024 :Valsad, Vapi, Kaprada, Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara,

  Valsad,Navsari,Dang News paper updates 15-06-2024 :Valsad, Vapi, Kaprada, Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara,  Courtesy: News paper