Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો. ગરવી ગુજરાત થીમ આધારિત તા.23.09.2024 ના સોમવારના દિને BRC કક્ષાએ કલા ઉત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધા, ગાયન સ્પર્ધા, વાદન સ્પર્ધા અને બાળ કવિ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રાથમિક શાળા હરણગામના રોનક કિરીટભાઈ પટેલ સંગીત વાદનમાં પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. ગાયન સ્પર્ધામાં પ્રિન્સ અભિમન્યુ હળપતિ પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. વિજેતા વિદ્યાર્થીઓને સી.આર.સી.શ્રી.કૉ. ઓ. ફડવેલ, બી.આર.સી.શ્રી.કૉ. ઓ. ચીખલી તા.પ્રા.શિ.શ્રી ચીખલી, પ્રમુખ શ્રી ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને તમામ હોદ્દેદારો, ચીખલી શિક્ષક પરિવાર ગ્રૂપ પે સેન્ટર રાનકુવા શિક્ષક પરિવાર ,હરણગામના ગ્રામજનો ,શાળા પરિવાર, શાળા વ્યવસ્થાપન સમિતિ હરણગામ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વિજેતા થયેલ બાળકો અને એમને પ્રોત્સાહન અને તાલીમ આપી તૈયાર કરનાર સારસ્વત ભાઈ શ્રી સુનિલભાઈ , સાથી કલાકાર શ્રી ટ્વિન્કલભાઈ , મંજીરા વાદક વિદ્યાર્થી પ્રિન્સ પટેલનો શાળા પરિવાર સાભિનંદન સાથે આભાર માને છે.
Navsari news : નવસારી ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૩૩મી જન્મ જયંતી ઉજવાઇ.
તારીખ:૧૪-૦૪-૨ ૦૨૪નાં દિને બાબાસાહેબ આંબેડકર હોલ, નવસારી ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૩૩મી જન્મ જયંતી ઉજવાઇ હતી. જેમાં નવસારી જિલ્લાનાં કલેકટરશ્રી (IAS) Ms.kshipra agre મેડમ સહિત સ્ટાફ મેમ્બરની ઉપસ્થિતિ રહી હતી. તેમણે ડૉ. બાબા સાહેબ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
`આજરોજ બંધારણના નિર્માતા ડૉ. બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે બાબાસાહેબ આંબેડકર હોલ, નવસારી ખાતે સમરસતા દિનની ઉજવણી કરવામાં આવી.#SamrastaDin @InfoNavsariGoG pic.twitter.com/2y8mEQA3PE
— Collector & DM Navsari (@CollectorNav) April 14, 2024
Comments
Post a Comment