Skip to main content

Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો.

   Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો. ગરવી ગુજરાત થીમ આધારિત તા.23.09.2024 ના સોમવારના દિને BRC કક્ષાએ  કલા ઉત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધા, ગાયન સ્પર્ધા, વાદન સ્પર્ધા અને બાળ કવિ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રાથમિક શાળા હરણગામના  રોનક કિરીટભાઈ પટેલ સંગીત વાદનમાં પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. ગાયન સ્પર્ધામાં પ્રિન્સ અભિમન્યુ હળપતિ પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. વિજેતા વિદ્યાર્થીઓને સી.આર.સી.શ્રી.કૉ. ઓ. ફડવેલ, બી.આર.સી.શ્રી.કૉ. ઓ. ચીખલી તા.પ્રા.શિ.શ્રી ચીખલી, પ્રમુખ શ્રી ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને તમામ હોદ્દેદારો, ચીખલી શિક્ષક પરિવાર ગ્રૂપ પે સેન્ટર રાનકુવા શિક્ષક પરિવાર ,હરણગામના ગ્રામજનો ,શાળા પરિવાર, શાળા વ્યવસ્થાપન સમિતિ હરણગામ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વિજેતા થયેલ બાળકો અને એમને પ્રોત્સાહન અને તાલીમ આપી તૈયાર કરનાર સારસ્વત ભાઈ શ્રી સુનિલભાઈ , સાથી કલાકાર શ્રી ટ્વિન્કલભાઈ , મંજીરા વાદક વિદ્યાર્થી પ્રિન્સ પટેલનો શાળા પરિવાર સાભિનંદન સાથે આભાર માને છે.

Vansda news: વાંસદા વડલી ફળિયાના મહેન્દ્ર પટેલ પીએચ.ડી થયા.

                


Vansda news: વાંસદા વડલી ફળિયાના મહેન્દ્ર પટેલ પીએચ.ડી થયા.

વાંસદાઃ વાંસદા-વડલી ફળિયાના વતની,વ્યવસાયે શિક્ષક અને લોકસાહિત્યમાં વિશેષ રસરૂચિ ધરાવનાર મહેન્દ્રકુમાર રડકાભાઈ પટેલે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતની વિનયન શાખા, ગુજરાતી વિષયમાં "કુંકણા લોકવાર્તાઓઃ સંપાદન અને અભ્યાસ" શીર્ષક હેઠળ प्रस्तुत કરેલ મહાશોધ નિબંધને યુનિવર્સિટીએ માન્ય રાખી પીએચ.ડીની પદવી એનાયત કરી હતી. મહેન્દ્ર પટેલે આ શોધ ગ્રંથ Smt. R.P. Chauhan Arts & Smt J.K. Shah & Shree K.D. Shah Commerce College વ્યારા-તાપીના એસોસિએટ પ્રોફેસર ડો.મેરૂ વાઢેળના માર્ગદર્શન હેઠળ તૈયાર કર્યો હતો. આ અવસરે તેમના ગુરુજનો, માતા-પિતા, કુટુંબ-પરિવાર અને સ્નેહીમિત્રોએ હર્ષ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.

Comments

Popular posts from this blog

આહિર સમાજનું ગૌરવ: ખેરગામ અતુલ ફળિયાની દિકરી ધૃવી આહિર ખેરગામ જનતા માધ્યમિક શાળામાં પ્રથમ.

                                આહિર સમાજનું ગૌરવ: ખેરગામ અતુલ ફળિયાની દિકરી ધૃવી આહિર ખેરગામ જનતા માધ્યમિક શાળામાં પ્રથમ. ખેરગામ અતુલ ફળિયા ખાતે રહેતા ડાહ્યાભાઈ ધીરુભાઈ આહીર અને સંગીતાબેન આહિરની પુત્રી ધૃવી આહિર ધોરણ ૧૦ માં ૬૦૦માંથી ૫૪૩ ગુણ મેળવી ૯૦.૫૦% A1 ગ્રેડ પ્રાપ્ત કરી શાળામાં પ્રથમ ક્રમે આવી છે. શાળામાં પ્રથમ ક્રમે આવી આહિર સમાજનું અને ગામનું ગૌરવ વધાર્યું છે. શાળામાં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થિનીને શ્રી જનતા કેળવણી મંડળ ખેરગામ, પ્રમુખ અરવિંદભાઈ પટેલ, ચેરમેન શશીકાંત પટેલ, શાળાના આચાર્ય ચેતનભાઈ પટેલ અને શાળા પરિવાર વતી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. તેમજ ખેરગામ તાલુકાનાં પૂર્વ તાલુકા પ્રમુખશ્રી રક્ષાબેન પટેલ અને નવસારી જિલ્લા પૂર્વ સદસ્ય પ્રશાંતભાઈ પટેલ અને આહિર સમાજના આગેવાનઓએ દિકરી ધૃવીને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. પિતા ડાહ્યાભાઈ ધીરુભાઈ આહીર અને માતા સંગીતાબેન સાથે દિકરી ધૃવી આહિર

Vansda: વાંસદા તાલુકાના બારતાડ ગામે ગરીબ ખેડૂત પરિવારની મદદ માટે વાંસદા તાલુકાના પ્રેસ ક્લબના પત્રકાર મિત્રો આગળ આવ્યા.

        Vansda: વાંસદા તાલુકાના બારતાડ ગામે ગરીબ ખેડૂત પરિવારની મદદ માટે  વાંસદા તાલુકાના પ્રેસ ક્લબના પત્રકાર મિત્રો આગળ આવ્યા. વાંસદાના ઉનાઈ નજીક બારતાડ ગામે ખેડૂતના પરિવારના ઘરમાં આગ લાગતા ધરવખરી, બે બકરી બળીને ખાખ થઇ ગઈ હતી. ઘર માલિક પણ આગમાં દાઝી ગયા હતા. આગને કારણે ઘરનું સંપૂર્ણ નુકશાન થયું હતું. પરિવાર રસ્તા ઉપર આવી ગયો હતો. આ કપરા સમયે વાંસદા તાલુકાના પ્રેસ ક્લબના પત્રકાર મિત્રોએ પરિવારને આર્થિક મદદ કરવાનું નક્કી કર્યું હતું. જેમાં સુનિલ શર્મા, તુલસીદાસ વૈષ્ણવ (પપ્પુજી), જીતુ પરમાર, અનિલ પટેલ, દિવ્યેશ પટેલ, સુનિલ ડાભી, સાજીદ મકરાણી, નટુ પટેલ, નાજુ ભરવાડ, બ્રિજેશ પટેલ, અમિત મૈસુરિયા, ચેતન પટેલ, મહાવીર સિંહ રાજપૂત, મુકેશ દુબે અને શૈલેષ પટેલના સહકાર અને સહયોગથી પરિવારને રોક્ડ સ્વરૂપે આર્થિક મદદ કરી હતી. પીડિત ખેડૂત પરિવારને સામાજિક યુવા કાર્યકર હિરેન ભથવારે પત્રકારોને મદદ કરવા ટેકો આપ્યો છે.

ખેરગામ : સંકલ્પ એજ્યુકેશન ગૃપની આર્થિક રીતે નબળા બાળકોને અભ્યાસ માટે સહાય કરવાની અનોખી પહેલ

 ખેરગામ : સંકલ્પ એજ્યુકેશન ગૃપની આર્થિક રીતે નબળા બાળકોને અભ્યાસ માટે સહાય કરવાની અનોખી પહેલ સંક્લ્પ એજયુકેશન ગૃપનાં વોટ્સ એપના નવ ગૃપમાં લગભગ 8000 હજાર જેટલા સભ્યો જોડાયેલ છે. જેમના સહયોગ થકી સમાજમાં ભણતાં ગરી બ વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવામાં આવે છે. જેમાં હાલ આ સહાય 20,000ની મર્યાદામાં આપવામાં આવે છે. વિવિધ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા આર્થિક રીતે નબળા બાળકોની માહિતી ગ્રુપમાં જોડાયેલ જે તે વિસ્તારના સભ્ય દ્વારા આપવામાં આવે છે. ત્યાર બાદ ગ્રૂપના સભ્યો ભેગા મળી નક્કી કરેલ તારીખે જે તે લાભાર્થીના ઘરે રૂબરૂ જઈ નાણાંકીય સહાય આપવામાં આવે છે. દરરોજના હિસાબનું સરવૈયું ગ્રુપમાં મૂકવામાં આવે છે જેથી ગ્રૂપના દરેક સભ્યો હિસાબ વિશે જાણી શકે. આ સંક્લ્પ એજયુકેશન ગૃપ નવ મહિના પહેલા શરૂ કરવામાં આવ્યું હતું. પ્રથમ ઓછા સભ્યોથી શરુઆત થઈ હતી. પરંતુ ગ્રુપની કામગીરીથી પ્રોત્સાહિત થઈ લોકો જોડાયા હતા. આ ગ્રુપની રચના પ્રાથમિક શિક્ષક શ્રી મીનેશભઈ પટેલ અને તેમના સાથી મિત્રો દ્વારા કરવામાં આવી હતી. સૌ પ્રથમ તેમણે સહાય કરવાની શરૂઆત નર્મદા જિલ્લામાં એકી સાથે નવ ઘરોની ઘર વખરી બળીને ખાક થઈ ગઈ હતી તેવા પરિવારોને મદદ...