Skip to main content

Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો.

   Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો. ગરવી ગુજરાત થીમ આધારિત તા.23.09.2024 ના સોમવારના દિને BRC કક્ષાએ  કલા ઉત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધા, ગાયન સ્પર્ધા, વાદન સ્પર્ધા અને બાળ કવિ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રાથમિક શાળા હરણગામના  રોનક કિરીટભાઈ પટેલ સંગીત વાદનમાં પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. ગાયન સ્પર્ધામાં પ્રિન્સ અભિમન્યુ હળપતિ પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. વિજેતા વિદ્યાર્થીઓને સી.આર.સી.શ્રી.કૉ. ઓ. ફડવેલ, બી.આર.સી.શ્રી.કૉ. ઓ. ચીખલી તા.પ્રા.શિ.શ્રી ચીખલી, પ્રમુખ શ્રી ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને તમામ હોદ્દેદારો, ચીખલી શિક્ષક પરિવાર ગ્રૂપ પે સેન્ટર રાનકુવા શિક્ષક પરિવાર ,હરણગામના ગ્રામજનો ,શાળા પરિવાર, શાળા વ્યવસ્થાપન સમિતિ હરણગામ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વિજેતા થયેલ બાળકો અને એમને પ્રોત્સાહન અને તાલીમ આપી તૈયાર કરનાર સારસ્વત ભાઈ શ્રી સુનિલભાઈ , સાથી કલાકાર શ્રી ટ્વિન્કલભાઈ , મંજીરા વાદક વિદ્યાર્થી પ્રિન્સ પટેલનો શાળા પરિવાર સાભિનંદન સાથે આભાર માને છે.

Khergam (achhavani) : આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા ભરમોર-હિમાચલ પ્રદેશ ખાતે યમયજ્ઞ યોજાયો

 Khergam (achhavani) : આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા ભરમોર-હિમાચલ પ્રદેશ ખાતે યમયજ્ઞ યોજાયો

પ્રગટ પ્રગટેશ્વર ધામ આછવણી દ્વારા ભરમોર-જિ. ચંબા, હિમાચલ પ્રદેશ ખાતે ધર્માચાર્ય પૂ. પરભુદાદા અને રમાબાના પરમ સાનિધ્યમાં ચોર્યાસી મંદિર પરિસરમાં અખાત્રીજના શુભ દિવસે ૧૦૮ કુંડી યમયજ્ઞ યોજાયો હતો. આ યજ્ઞમાં સહભાગી થવા માટે અગાઉ કોસંબા ખાતે દેહશુદ્ધિ કરવામાં આવી હતી.

તે ઉપરાંત યજ્ઞ સ્થળે પણ દેહશુદ્ધિ કરવામાં આવી હતી. ધર્મરાજ મંદિરના ભૂદેવો સુમનજી મહારાજ અને તેમના સહાયકોએ યજ્ઞની સંપૂર્ણ વિધિ સંપન્ન કરાવી હતી. જેમાં પ્રગટેશ્વર ધામ, આછવણીના ભૂદેવો અનિલભાઈ જોશી અને કશ્યપભાઈ જાનીએ પણ સહયોગ આપ્યો હતો. યજ્ઞની પૂર્વ સંધ્યાએ શિવ પરિવાર દ્વારા ચોર્યાસી મંદિર પરિસરમાં આવેલા વિવિધ મંદિરોમાં સ્થાપિત દેવતાઓને વાજત-ગાજતે શોભાયાત્રા કાઢી વાઘા અર્પણ કરાયા હતા.

ધર્મરાજ મંદિરની સંધ્યા આરતીમાં યજ્ઞમાં ઉપસ્થિત સૌ શિવ પરિવારે ભક્તિભાવપૂર્વક ભાગ લીધો હતો. યજ્ઞમાં ઉપસ્થિત શિવ પરિવારે બ્રહ્માણી માતાજીના દર્શન પણ કર્યા હતા.

પ્રગટેશ્વર શિવ પરિવારે સુંદર ગરબો તેમજ દમણના પ્રથમ પટેલે શિવ મહિમા સ્ત્રોત્ર રજૂ કર્યો હતો. શ્રુષ્ટિ પટેલે એકપાત્રિય અભિનય થકી જીવનમાં સારા કાર્યો કરવાની પ્રેરણા આપી હતી. રિદ્ધિ પટેલ અને દર્શના પટેલે ભગવાન શ્રીકૃષ્ણ અને શિવના પરિવેશમાં નૃત્ય કર્યું હતું.

આ યજ્ઞના આયોજન માટે આવેલા શિવભક્તોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. યજ્ઞ આચાર્યોને પણ દાન-દક્ષિણા આપી સન્માનિત કરાયા હતા.

મોક્ષધેનુ ગાયનું દાણ અને પૂજા કરવાથી નર્ક યાતના ભોગવવી પડતી નથી જેથી શિવ પરિવારે ચાંદીની મોક્ષધેનુ ગાયની પૂજા કરી તેનું દાન કર્યું હતું.

આ અવસરે ધર્માંચાર્ય પરભુદાદાએ સૌની ઉપર ભગવાનની કૃપા બની રહે અને આત્માઓનું કલ્યાણ થાય તેવા આશીર્વાદ પાઠવતાં જણાવ્યું હતું કે, જીવનમાં વિવિધ પ્રકારના પાપ થાય છે, જેમાં શારીરિક પાપ જમા થાય છે, જ્યારે માનસિક પાપ જમા થતું નથી જેથી તે ભોગવવું પડતું નથી, સાચી સાધનાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ભક્તિ સાર્વત્રિક સુખ આપે છે.

મૃત્યુ લોકમાં ક્યાંય પણ મૃત્યુ થાય તેની આત્મા ભરમોર ધર્મરાજ મંદિરમાં આવે છે. પિતૃ આપણને કોઈ દિવસ દુઃખી કરતા નથી, આપણા પિતૃઓ ની આત્માની તૃપ્તિ માટે તર્પણ કરવું જરૂરી છે. અક્ષય તૃતીયાના દિવસે કરેલા કર્મનું ચક્રવૃધ્ધિ વ્યાજ મળે છે, તીર્થમાં પૂજા કરીએ ત્યારે લાખો ગણું પુણ્ય મળે છે, પણ આ ડુંગર ઉપર કરેલું સ્તકર્મ અમૂલ્ય ફળ આપે છે, કારણ કે, અહીં ભૂગર્ભમાં દેવી દેવતાઓનો વાસ છે.

આપણે આ દિવ્ય અને શ્રેષ્ઠ ભૂમિ ઉપર આવ્યા છીએ ત્યારે બને એટલા સત્કર્મો કરી પુણ્ય કમાવાનો અવસર પ્રાપ્ત કરી લેવો જોઈએ. આજના યજ્ઞમાં ઉપસ્થિત રહેનારાની યમરાજાએ પરીક્ષા લીધી પણ તેમાં શિવ પરિવાર પાસ થઈ ગયો જે આપણા યજ્ઞની સફળતા જ છે. યજ્ઞના આચાર્યને પંડિત પણ કહેવાય છે, જે યજ્ઞના રાજા છે, જેમનું યોગ્ય સન્માન કરવું જરૂરી છે.

Comments

Popular posts from this blog

Valsad : ગ્રુપ દાન | બર્થડે કે લગ્ન તિથિએ દાન કરી ગરીબ બાળકોને શિક્ષણ : દિવ્ય ભાસ્કર રિપોર્ટ

     Valsad : ગ્રુપ દાન | બર્થડે કે લગ્ન તિથિએ દાન કરી ગરીબ બાળકોને શિક્ષણ : દિવ્ય ભાસ્કર રિપોર્ટ  સોશિયલ મીડિયાનો ઉપયોગ માત્ર સમય પસાર કરવા માટે નહિ પરંતુ સમાજસેવા કરવાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. વોટસઅપ ગ્રુપ થકી ચાલતી સમાજસેવાની અનોખી પહેલથી અનેક ગરીબ બાળકોના ભાવિમાં ઉજાસ પથરાયો છે તો ગરીબ પરિવારોને આર્થિક રીતે મદદરૂપ બન્યું છે સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ. ગરીબ બાળકોના ભણતરમાં ખરાબ આર્થિક સ્થિતિને લીધે થતા ભણતરના સૂર્યાસ્તને સૂર્યોદયમાં ફેરવવા તેમજ ઉચ્ચ ડિગ્રી હાંસલ કરવાના સપના જોતા ગરીબ બાળકોના સપના પૂર્ણ કરવાના સંકલ્પ સાથે જાગૃત શિક્ષિત યુવાનોનું સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ કામ કરી રહ્યું છે. ગરીબ બાળકોના ભણતર માટે આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેવા બાળકોના ભણતર માટે એક અનોખી પહેલ સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ દ્વારા આશરે 8- 9 મહિના પહેલા કરવામાં આવી હતી. જેમાં વિવિધ વર્ગના કર્મચારીઓ જેઓ ગરીબીમાંથી ઊછરી શિક્ષણના પ્રકાશ થકી નોકરી મેળવી અને સમાજમાં પગભર થયા તેઓએ એક વિચાર સંકલ્પ દ્વારા નક્કી કર્યું કે આપણે સૌ ભેગા મળી જરૂરિયાતમંદ બાળકોને સહાય પૂરી પાડવી જોઈએ. જે સમાજના દાખલા ઉપર નો...

ડાંગ: ઓનલાઇન થતા ફ્રોડથી પ્રજાજનોને અવગત કરવા જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને 'પ્રેસ મિટ' યોજાઇ :

     ડાંગ: ઓનલાઇન થતા ફ્રોડથી પ્રજાજનોને અવગત કરવા જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને 'પ્રેસ મિટ' યોજાઇ : ઓનલાઇન ફ્રોડ થાય તો ૧૯૩૦ પર કોલ કરવો - શ્રી યશપાલ જગાણીયા  (ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૧૪:  ટેક્નોલોજીના આ યુગમાં હજારો લોકો સાઇબર ફ્રોડનો શિકાર થતા હોય છે. જેનાથી પૈસા પરત મળવાની સંભાવનાઓ ઓછી થઇ જતી હોય છે. ત્યારે પ્રજાજનોને ઓનલાઇન ફ્રોડનો શિકાર થતાં અટકાવવા, ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને 'પ્રેસ મિટ' યોજાઇ હતી.  જેમાં જિલ્લા પોલીસ વડાએ ઓનલાઇન ફ્રોડ થાય તો ૧૯૩૦ પર તુરંત કોલ કરવા જણાવ્યું છે.  ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ 'પ્રેસ મિટ'માં જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતુ કે, આજના ટેક્નોલોજીના યુગમાં ખુબ જ બહોળા પ્રમાણમાં ઓનલાઇ ફ્રોડ થતા હોય છે. લોકો ઓનલાઇન બેંન્કિગ, ઓનલાઇન શોપિંગ તેમજ ઓનલાઇન ટ્રાંજેક્શનનો ઉપયોગ કરતાં હોય છે. ત્યારે લોકો સાથે સાઇબર ફ્રોડ થતાં હોય છે. જે અંગેની ફરિયાદ ૧૯૩૦ હેલ્પલાઇન નંબર પર કોલ કરીને જણાવી શકાય છે. સમગ્ર ગુજરાતમાં છેલ્લા છ મહિના દરમિયાન ૫૦ હજા...

સુરખાઈ (ચીખલી) : સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજય. વિશ્વ પર્યાવરણ દિવસ ૫ જુન ૨૦૨૪ નિમિત્તે પર્યાવરણ સંરક્ષણ સંવર્ધન પરિસંવાદ

  સુરખાઈ (ચીખલી) :  સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજય. વિશ્વ પર્યાવરણ દિવસ ૫ જુન ૨૦૨૪ નિમિત્તે પર્યાવરણ સંરક્ષણ સંવર્ધન પરિસંવાદ આપણે સૌ જાણીએ છીએ કે બીજા વિશ્વયુધ્ધ પછી દુનિયાના શાણા લોકો, સંગઠનો, રાજકીય નેતાઓ અને સમાજની વૈશ્વિક સમસ્યાઓના શાંતિપૂર્ણ ઉકેલ માટેના મંચ તરીકે સંયુકત રાષ્ટ્ર સંઘ (UNO) ની રચના કરી, ત્યારથી સંયુકત રાષ્ટ્ર સંઘ અંતર્ગત અનેક કાર્યક્રમો-અભિયાનો થયા છે. માનવીના ઉત્ક્રાંતિના અલગ અલગ તબકકાઓ કરતા ઔધોગિક ક્રાંતિ પછી આપણે જળ-જંગલ-જમીન અને ખનીજના અમર્યાદિત દહનથી પર્યાવરણનું સંતુલન બગાડયુ,  જેનાથી સમગ્ર સૃષ્ટિમાં આવનારા સંકટો અંગે વૈશ્વિક જાગૃતિ થાય તે માટે સને ૧૯૭૨માં સંયુકત રાષ્ટ્ર સંઘે ૫ જુને વિશ્વિ પર્યાવરણ દિવસની ઘોષણા કરી અને એની પ્રથમ ઉજવણી ૧૯૭૩ માં ' એકમાત્ર પૃથ્વી ” (ONLY ONE EARTH) ના થીમ (વિષય) પર કરવામાં આવી.  ત્યાર પછી દર વર્ષે અલગ અલગ વિષયો પર આવી ઉજવણી અનેક સ્તરે થતી રહી છે. આ વર્ષે " સંયુકત રાષ્ટ્ર સંઘ ' આ દિવસની વૈશ્વિક ઉજવણી '' આપણી જમીણ આપણું ભવિષ્ય " (OURLAND OUR FUTURE) વિષય પર સાઉદી અરેબિયા કરી રહેલ છે. હાલ વિશ્વમાં ગ્લોબલ વો...