Skip to main content

Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો.

   Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો. ગરવી ગુજરાત થીમ આધારિત તા.23.09.2024 ના સોમવારના દિને BRC કક્ષાએ  કલા ઉત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધા, ગાયન સ્પર્ધા, વાદન સ્પર્ધા અને બાળ કવિ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રાથમિક શાળા હરણગામના  રોનક કિરીટભાઈ પટેલ સંગીત વાદનમાં પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. ગાયન સ્પર્ધામાં પ્રિન્સ અભિમન્યુ હળપતિ પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. વિજેતા વિદ્યાર્થીઓને સી.આર.સી.શ્રી.કૉ. ઓ. ફડવેલ, બી.આર.સી.શ્રી.કૉ. ઓ. ચીખલી તા.પ્રા.શિ.શ્રી ચીખલી, પ્રમુખ શ્રી ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને તમામ હોદ્દેદારો, ચીખલી શિક્ષક પરિવાર ગ્રૂપ પે સેન્ટર રાનકુવા શિક્ષક પરિવાર ,હરણગામના ગ્રામજનો ,શાળા પરિવાર, શાળા વ્યવસ્થાપન સમિતિ હરણગામ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વિજેતા થયેલ બાળકો અને એમને પ્રોત્સાહન અને તાલીમ આપી તૈયાર કરનાર સારસ્વત ભાઈ શ્રી સુનિલભાઈ , સાથી કલાકાર શ્રી ટ્વિન્કલભાઈ , મંજીરા વાદક વિદ્યાર્થી પ્રિન્સ પટેલનો શાળા પરિવાર સાભિનંદન સાથે આભાર માને છે.

Chikhli : ચીખલી ખાતે સમગ્ર નવસારી જિલ્લાનાં સી.આર.સી.ઓની સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય નિવાસી તાલીમ યોજાઈ.

  Chikhli : ચીખલી ખાતે સમગ્ર નવસારી જિલ્લાનાં સી.આર.સી.ઓની સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય નિવાસી તાલીમ યોજાઈ.          


તારીખ 6/6/2024 થી 7/6/2024  દરમ્યાન સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય સમગ્ર નવસારી જિલ્લાના  સી.આર.સી.ઓની નિવાસી તાલીમ AB સ્કૂલ ચીખલી ખાતે યોજાઈ હતી.

જેમાં તાલીમની શરૂઆત પ્રાર્થના, ધ્યાન અને યોગાથી શરૂઆત કરી. શરૂઆત નિકિતા મેડમ દ્વારા સક્ષમ શાળાની તાલીમ વિશે પ્રાથમિક માહિતીથી વાકેફ કર્યા. ત્યારબાદ બી.આર.સી કો.શ્રી શશીકાંતભાઈએ સરસ મજાની વાર્તાથી તાલીમની શરૂઆત કરી. આજના સમયમાં આબોહવા પરિવર્તન અલગ અલગ રીતે વર્તાઈ રહી છે. આબોહવાના મુખ્ય ઘટકો વિષે સમજાવવામાં આવ્યું. જે શાળા સક્ષમ બનાવા માટે જરૂરી છે. 

શાળા સક્ષમ તાલીમ એ દરેક શાળા માટે મુખ્ય રીતે ઉપયોગી સાબિત થશે. શાળા સક્ષમ બનાવવા માટે આપણે પર્યાવરણને સાથે રાખીને ચાલીશું તો જ આપણી શાળા સક્ષમ બની શકશે. સ્વચ્છ હરિયાળી શાળા વિશે બી.આર.સી કો.શ્રી મેહુલભાઈએ સરસ મજાની વાતો કરી. જેમાં સ્વચ્છ શાળા, ગ્રીનશાળા, સલામત શાળાઅને સુલભશાળા વગેરે વિશે વાતો કરવામાં આવી.


               બી.આર.સી કો.શ્રી અશ્વિનભાઈ ઉપલબ્ધ  પાણી વિશે વાતો કરી. શાળાના વિદ્યાર્થીઓએ સ્વચ્છ પાણી મળી રહે એના વિશે માર્ગદર્શન આપ્યું. ગંદા પાણી ને આપણે કેવી રીતે રિસાયકલ કરી શકીએ એના વિશેની ચર્ચા કરી.  બાળકને દિવસ દરમિયાન કેટલું પાણીની જરૂરિયાત રહે તેની સમજ આપવામાં આવી. બી.આર.સી કો.શ્રી સોનલબેન એ સેનેટરી વિશે વાતો કરી. કન્યાઓને  શાળા કક્ષાએ એક નોડલ ટીચર રાખી એમને મૂંઝવતા પ્રશ્નોની સમજ આપવા વિશેની વાતો સમજાવવામાં આવી. 



શૌચાલય વિશે વાતો કરી કેટલા બાળકોએ કેટલા એકમદીઠ  નળ હોવા જોઈએએક્સપાયર થયેલી દવા લાલ રંગની કચરાપેટીમાં જ નાખવી જોઈએ એ વાત બાળકો સુધી પહોંચે તે વિષે યોગ્ય માર્ગદર્શન મળે રહે તેમજ સુચારુ આયોજન થાય તે મુજબની ચર્ચા કરવામાં આવી. તેમજ જુદા જુદા કલરની કચરાપેટીમાં કયા પ્રકારનો કચરો નાખવો  એના વિશેની  સરસ સમજૂતી આપવામાં આવી. શાળામાં વિદ્યાર્થીઓને તેમજ શિક્ષકોએ એમુજબનું આયોજન થાય એ વિષે  માર્ગદર્શન આપવામાં આવ્યું.ત્યારબાદ જૂથ બનાવી કલસ્ટરની  કોઈ એક શાળા ડ્રોઈંગ કરી શાળા સુવિધા દર્શાવી તેને જૂથચર્ચા કરવામાં આવ્યુ.

                  બી.આર.સી કો.શ્રી હેમંતભાઈએ હરિયાળી જગ્યાઓ અને જમીનનો યોગ્ય ઉપયોગ વિશે વાતો કરી જેમાં વિદ્યાર્થીઓજી જૈંવ વિવિધતાફળદ્રુપતાવર્મી કમ્પોઝ વિશે  માર્ગદર્શન આપવામાં આવ્યું. બાળકોનું મન શાળાના વાતાવરણમાં તંદુરસ્ત રહેઆંતરિક રીતે સ્વચ્છ રહે વગેરે બાબતોનું સમજ સારી રીતે આપવામાં આવ્યું. 

માનનીય ડીપીઓ સાહેબશ્રીએ સક્ષમશાળા બાબતે આપવામાં આવેલી તાલીમનું પૃથુકરણ કરી દરેક તાલીમાર્થીઓને સક્ષમશાળા વિશે શું જાણ્યું એના વિશે પ્રશ્નોત્તરી કરવામાં આવી. સાહેબશ્રી દ્વારા ફાયર સેફટી અંતર્ગત રાખવાની તકેદારી વિશે ગંભીરતાપૂર્વક ચર્ચા કરવામાં આવી. સક્ષમશાળા અંતર્ગત દરેક શાળા રોલ મોડલ બને ,શાળામાં સ્વચ્છતા તેમજ કોઈ ગંભીર ઘટના ન બને એના માટે સી.આર.સી કો. તેમજ આચાર્યશ્રી માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું

    


                              બીજા દિવસે તાલીમની શરૂઆત પ્રાર્થના, ધ્યાન અને યોગાથી કરવામાં આવ્યું.જિલ્લા કૉ.ઓ નિકિતા મેડમશ્રી દ્રારા આગલા દિવસનું  પુનરાવર્તન કરાવવામાં આવ્યું બી.આર.સી કો.શ્રી વિજયભાઈ દ્વારા બાળસુરક્ષા અને જાતિ સતામણી વિષે સુંદર મજાના ઉદાહરણો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. શાળાના બાળકોનું ભાવાત્મકશારીરિકમાનસિક અને જાતીય આ ચાર પ્રકારે સતામણી બાળકોને ન થવી જોઈએ એના વિશેની વાત કરી. 

આદર્શશાળા માટે ફરિયાદ પેટી ફરજીયાત હોવી જોઈએ જેના વિશે સુંદર માર્ગદર્શન આપ્યું. બી.આર.સી કોઓર્ડીનેટર સોનલબેન દ્વારા બાળ કાયદા અને તેની જાગૃતિ વિશે વાત કરી. શાળા સંચાલન કઈ રીતે કરવું અને સારું કઈ રીતે કરી શકાય એના વિશે મુદ્દા પ્રમાણે વાત કરી. બાળ અધિકાર વિશે વાતો કરી જેમાં 26 જેટલા અધિકારો વિશે જણાવ્યું. બી.આર.સી કો.શ્રી શશીકાંતભાઈએ આજ દિવસે સક્ષમશાળામાં હેતુ અને ઉદ્દેશ્ય વિશે સમજ આપી જેમાં મુખ્ય ચાર પાયા સ્વચ્છતા, હરિતા, સલામત ,અને સમાવિષ્ટ વિશે સમજ આપી. ત્યારબાદ તાલીમાર્થીઓને ફિલ્ડ વર્ક માટે ચીખલી કન્યા શાળામાં લઈ જવામાં આવ્યા. 


જ્યાં બીલીમોરા ફાયર સેફ્ટીના એકેડેમી ના જાણકાર તજજ્ઞો દ્વારા ફાયર સેફ્ટી નો ડેમો બતાવવામાં આવ્યો.ફાયર સેફટી ના બોટલ નું નોઝલ ફરજિયાત હોવા વિશે વાત કરવામાં આવી. તેમજ ફાયર સેફ્ટી મોકડ્રીલ  કરાવવામાં આવ્યું. આગના ચાર પ્રકારો વિશે માહિતગાર કરવામાં આવ્યા. એ બી સી ડી પ્રકારના આગ વિશે કઈ રીતે કાળજી લેવી અને કઈ રીતે એને ઓલવવા માટેના શું જરૂરી હોઈ તેની સમજ આપવામાં આવી. 

ત્યારબાદ કન્યાશાળામાં   સક્ષમશાળા અંતર્ગત દરેક ઘટકોનું પ્રત્યક્ષ રૂપે સર્વે કરવામાં આવ્યું. જેમાં પાણીઉર્જા, હવા આરોગ્ય અને હરિયાળી જગ્યા વગેરે મુદ્દાઓને ચકાસવામાં આવ્યા. જેમાં પાડવામાં આવેલી જુદી જુદી ટીમ દ્વારા ગુણાંકન કરવામાં આવ્યું,  ત્યારબાદ ફરી પાછા તાલીમ સ્થળે પહોંચી જુદી જુદી રીતે જૂથ ચર્ચા કરવામાં આવી. જેમાં સક્ષમ શાળામાં ખૂટતી બાબતોને યોગ્ય ધ્યાને લેવાનું કહેવામાં આવ્યું.તાલીમાર્થીઓને તાલીમ બાબતે પોતાના મંતવ્યો જણાવવા કહેવામાં આવ્યું. 


તાલીમ દરમિયાન તાલીમાર્થીઓને સરસ ચા, નાસ્તા અને ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક તજજ્ઞ મિત્રોએ સરસ રીતે પોતાને મુદ્દા સક્ષમ શાળા અંતર્ગત અમને ખૂબ જ સચોટ રીતે  સમજાવ્યા. જે અમે અમારા ક્લસ્ટરમાં આપવામાં આવનાર તાલીમને ખૂબ જ સારી રીતે આપી શકીએ એવા પ્રયત્નથી તાલીમને ખૂબ જ સફળ બનાવવામાં આવી.  જિલ્લા કૉ.ઓ નિકિતા મેડમ દ્વારા પ્રમાણપત્ર આપી રાષ્ટ્રગીત ગાઈ છુટા પડ્યા. અંતે તાલીમ સફળ જણાઈ હતી.




Comments

Popular posts from this blog

આહિર સમાજનું ગૌરવ: ખેરગામ અતુલ ફળિયાની દિકરી ધૃવી આહિર ખેરગામ જનતા માધ્યમિક શાળામાં પ્રથમ.

                                આહિર સમાજનું ગૌરવ: ખેરગામ અતુલ ફળિયાની દિકરી ધૃવી આહિર ખેરગામ જનતા માધ્યમિક શાળામાં પ્રથમ. ખેરગામ અતુલ ફળિયા ખાતે રહેતા ડાહ્યાભાઈ ધીરુભાઈ આહીર અને સંગીતાબેન આહિરની પુત્રી ધૃવી આહિર ધોરણ ૧૦ માં ૬૦૦માંથી ૫૪૩ ગુણ મેળવી ૯૦.૫૦% A1 ગ્રેડ પ્રાપ્ત કરી શાળામાં પ્રથમ ક્રમે આવી છે. શાળામાં પ્રથમ ક્રમે આવી આહિર સમાજનું અને ગામનું ગૌરવ વધાર્યું છે. શાળામાં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થિનીને શ્રી જનતા કેળવણી મંડળ ખેરગામ, પ્રમુખ અરવિંદભાઈ પટેલ, ચેરમેન શશીકાંત પટેલ, શાળાના આચાર્ય ચેતનભાઈ પટેલ અને શાળા પરિવાર વતી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. તેમજ ખેરગામ તાલુકાનાં પૂર્વ તાલુકા પ્રમુખશ્રી રક્ષાબેન પટેલ અને નવસારી જિલ્લા પૂર્વ સદસ્ય પ્રશાંતભાઈ પટેલ અને આહિર સમાજના આગેવાનઓએ દિકરી ધૃવીને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. પિતા ડાહ્યાભાઈ ધીરુભાઈ આહીર અને માતા સંગીતાબેન સાથે દિકરી ધૃવી આહિર

Valsad : ગ્રુપ દાન | બર્થડે કે લગ્ન તિથિએ દાન કરી ગરીબ બાળકોને શિક્ષણ : દિવ્ય ભાસ્કર રિપોર્ટ

     Valsad : ગ્રુપ દાન | બર્થડે કે લગ્ન તિથિએ દાન કરી ગરીબ બાળકોને શિક્ષણ : દિવ્ય ભાસ્કર રિપોર્ટ  સોશિયલ મીડિયાનો ઉપયોગ માત્ર સમય પસાર કરવા માટે નહિ પરંતુ સમાજસેવા કરવાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. વોટસઅપ ગ્રુપ થકી ચાલતી સમાજસેવાની અનોખી પહેલથી અનેક ગરીબ બાળકોના ભાવિમાં ઉજાસ પથરાયો છે તો ગરીબ પરિવારોને આર્થિક રીતે મદદરૂપ બન્યું છે સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ. ગરીબ બાળકોના ભણતરમાં ખરાબ આર્થિક સ્થિતિને લીધે થતા ભણતરના સૂર્યાસ્તને સૂર્યોદયમાં ફેરવવા તેમજ ઉચ્ચ ડિગ્રી હાંસલ કરવાના સપના જોતા ગરીબ બાળકોના સપના પૂર્ણ કરવાના સંકલ્પ સાથે જાગૃત શિક્ષિત યુવાનોનું સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ કામ કરી રહ્યું છે. ગરીબ બાળકોના ભણતર માટે આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેવા બાળકોના ભણતર માટે એક અનોખી પહેલ સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ દ્વારા આશરે 8- 9 મહિના પહેલા કરવામાં આવી હતી. જેમાં વિવિધ વર્ગના કર્મચારીઓ જેઓ ગરીબીમાંથી ઊછરી શિક્ષણના પ્રકાશ થકી નોકરી મેળવી અને સમાજમાં પગભર થયા તેઓએ એક વિચાર સંકલ્પ દ્વારા નક્કી કર્યું કે આપણે સૌ ભેગા મળી જરૂરિયાતમંદ બાળકોને સહાય પૂરી પાડવી જોઈએ. જે સમાજના દાખલા ઉપર નો...

ખેરગામ : સંકલ્પ એજ્યુકેશન ગૃપની આર્થિક રીતે નબળા બાળકોને અભ્યાસ માટે સહાય કરવાની અનોખી પહેલ

 ખેરગામ : સંકલ્પ એજ્યુકેશન ગૃપની આર્થિક રીતે નબળા બાળકોને અભ્યાસ માટે સહાય કરવાની અનોખી પહેલ સંક્લ્પ એજયુકેશન ગૃપનાં વોટ્સ એપના નવ ગૃપમાં લગભગ 8000 હજાર જેટલા સભ્યો જોડાયેલ છે. જેમના સહયોગ થકી સમાજમાં ભણતાં ગરી બ વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવામાં આવે છે. જેમાં હાલ આ સહાય 20,000ની મર્યાદામાં આપવામાં આવે છે. વિવિધ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા આર્થિક રીતે નબળા બાળકોની માહિતી ગ્રુપમાં જોડાયેલ જે તે વિસ્તારના સભ્ય દ્વારા આપવામાં આવે છે. ત્યાર બાદ ગ્રૂપના સભ્યો ભેગા મળી નક્કી કરેલ તારીખે જે તે લાભાર્થીના ઘરે રૂબરૂ જઈ નાણાંકીય સહાય આપવામાં આવે છે. દરરોજના હિસાબનું સરવૈયું ગ્રુપમાં મૂકવામાં આવે છે જેથી ગ્રૂપના દરેક સભ્યો હિસાબ વિશે જાણી શકે. આ સંક્લ્પ એજયુકેશન ગૃપ નવ મહિના પહેલા શરૂ કરવામાં આવ્યું હતું. પ્રથમ ઓછા સભ્યોથી શરુઆત થઈ હતી. પરંતુ ગ્રુપની કામગીરીથી પ્રોત્સાહિત થઈ લોકો જોડાયા હતા. આ ગ્રુપની રચના પ્રાથમિક શિક્ષક શ્રી મીનેશભઈ પટેલ અને તેમના સાથી મિત્રો દ્વારા કરવામાં આવી હતી. સૌ પ્રથમ તેમણે સહાય કરવાની શરૂઆત નર્મદા જિલ્લામાં એકી સાથે નવ ઘરોની ઘર વખરી બળીને ખાક થઈ ગઈ હતી તેવા પરિવારોને મદદ...