Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો. ગરવી ગુજરાત થીમ આધારિત તા.23.09.2024 ના સોમવારના દિને BRC કક્ષાએ કલા ઉત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધા, ગાયન સ્પર્ધા, વાદન સ્પર્ધા અને બાળ કવિ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રાથમિક શાળા હરણગામના રોનક કિરીટભાઈ પટેલ સંગીત વાદનમાં પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. ગાયન સ્પર્ધામાં પ્રિન્સ અભિમન્યુ હળપતિ પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. વિજેતા વિદ્યાર્થીઓને સી.આર.સી.શ્રી.કૉ. ઓ. ફડવેલ, બી.આર.સી.શ્રી.કૉ. ઓ. ચીખલી તા.પ્રા.શિ.શ્રી ચીખલી, પ્રમુખ શ્રી ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને તમામ હોદ્દેદારો, ચીખલી શિક્ષક પરિવાર ગ્રૂપ પે સેન્ટર રાનકુવા શિક્ષક પરિવાર ,હરણગામના ગ્રામજનો ,શાળા પરિવાર, શાળા વ્યવસ્થાપન સમિતિ હરણગામ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વિજેતા થયેલ બાળકો અને એમને પ્રોત્સાહન અને તાલીમ આપી તૈયાર કરનાર સારસ્વત ભાઈ શ્રી સુનિલભાઈ , સાથી કલાકાર શ્રી ટ્વિન્કલભાઈ , મંજીરા વાદક વિદ્યાર્થી પ્રિન્સ પટેલનો શાળા પરિવાર સાભિનંદન સાથે આભાર માને છે.
ડાંગ: ઓનલાઇન થતા ફ્રોડથી પ્રજાજનોને અવગત કરવા જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને 'પ્રેસ મિટ' યોજાઇ :
ડાંગ: ઓનલાઇન થતા ફ્રોડથી પ્રજાજનોને અવગત કરવા જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને 'પ્રેસ મિટ' યોજાઇ : ઓનલાઇન ફ્રોડ થાય તો ૧૯૩૦ પર કોલ કરવો - શ્રી યશપાલ જગાણીયા (ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૧૪: ટેક્નોલોજીના આ યુગમાં હજારો લોકો સાઇબર ફ્રોડનો શિકાર થતા હોય છે. જેનાથી પૈસા પરત મળવાની સંભાવનાઓ ઓછી થઇ જતી હોય છે. ત્યારે પ્રજાજનોને ઓનલાઇન ફ્રોડનો શિકાર થતાં અટકાવવા, ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને 'પ્રેસ મિટ' યોજાઇ હતી. જેમાં જિલ્લા પોલીસ વડાએ ઓનલાઇન ફ્રોડ થાય તો ૧૯૩૦ પર તુરંત કોલ કરવા જણાવ્યું છે. ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ 'પ્રેસ મિટ'માં જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતુ કે, આજના ટેક્નોલોજીના યુગમાં ખુબ જ બહોળા પ્રમાણમાં ઓનલાઇ ફ્રોડ થતા હોય છે. લોકો ઓનલાઇન બેંન્કિગ, ઓનલાઇન શોપિંગ તેમજ ઓનલાઇન ટ્રાંજેક્શનનો ઉપયોગ કરતાં હોય છે. ત્યારે લોકો સાથે સાઇબર ફ્રોડ થતાં હોય છે. જે અંગેની ફરિયાદ ૧૯૩૦ હેલ્પલાઇન નંબર પર કોલ કરીને જણાવી શકાય છે. સમગ્ર ગુજરાતમાં છેલ્લા છ મહિના દરમિયાન ૫૦ હજા...
Comments
Post a Comment