Skip to main content

Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો.

   Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો. ગરવી ગુજરાત થીમ આધારિત તા.23.09.2024 ના સોમવારના દિને BRC કક્ષાએ  કલા ઉત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધા, ગાયન સ્પર્ધા, વાદન સ્પર્ધા અને બાળ કવિ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રાથમિક શાળા હરણગામના  રોનક કિરીટભાઈ પટેલ સંગીત વાદનમાં પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. ગાયન સ્પર્ધામાં પ્રિન્સ અભિમન્યુ હળપતિ પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. વિજેતા વિદ્યાર્થીઓને સી.આર.સી.શ્રી.કૉ. ઓ. ફડવેલ, બી.આર.સી.શ્રી.કૉ. ઓ. ચીખલી તા.પ્રા.શિ.શ્રી ચીખલી, પ્રમુખ શ્રી ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને તમામ હોદ્દેદારો, ચીખલી શિક્ષક પરિવાર ગ્રૂપ પે સેન્ટર રાનકુવા શિક્ષક પરિવાર ,હરણગામના ગ્રામજનો ,શાળા પરિવાર, શાળા વ્યવસ્થાપન સમિતિ હરણગામ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વિજેતા થયેલ બાળકો અને એમને પ્રોત્સાહન અને તાલીમ આપી તૈયાર કરનાર સારસ્વત ભાઈ શ્રી સુનિલભાઈ , સાથી કલાકાર શ્રી ટ્વિન્કલભાઈ , મંજીરા વાદક વિદ્યાર્થી પ્રિન્સ પટેલનો શાળા પરિવાર સાભિનંદન સાથે આભાર માને છે.

Valsad(faldhara) : વલસાડના ફલધરા ગામના નિલમબેન પ્રજાપતિ પી.એચ.ડી થયા "નારી તું નારાયણી" વાક્યને ચરિતાર્થ કરતી ફલધરાની નિલમબેન પ્રજાપતિ"

 Valsad(faldhara) : વલસાડના ફલધરા ગામના નિલમબેન પ્રજાપતિ પી.એચ.ડી થયા "નારી તું નારાયણી" વાક્યને ચરિતાર્થ કરતી ફલધરાની નિલમબેન પ્રજાપતિ"


Comments

Popular posts from this blog

આહિર સમાજનું ગૌરવ: ખેરગામ અતુલ ફળિયાની દિકરી ધૃવી આહિર ખેરગામ જનતા માધ્યમિક શાળામાં પ્રથમ.

                                આહિર સમાજનું ગૌરવ: ખેરગામ અતુલ ફળિયાની દિકરી ધૃવી આહિર ખેરગામ જનતા માધ્યમિક શાળામાં પ્રથમ. ખેરગામ અતુલ ફળિયા ખાતે રહેતા ડાહ્યાભાઈ ધીરુભાઈ આહીર અને સંગીતાબેન આહિરની પુત્રી ધૃવી આહિર ધોરણ ૧૦ માં ૬૦૦માંથી ૫૪૩ ગુણ મેળવી ૯૦.૫૦% A1 ગ્રેડ પ્રાપ્ત કરી શાળામાં પ્રથમ ક્રમે આવી છે. શાળામાં પ્રથમ ક્રમે આવી આહિર સમાજનું અને ગામનું ગૌરવ વધાર્યું છે. શાળામાં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થિનીને શ્રી જનતા કેળવણી મંડળ ખેરગામ, પ્રમુખ અરવિંદભાઈ પટેલ, ચેરમેન શશીકાંત પટેલ, શાળાના આચાર્ય ચેતનભાઈ પટેલ અને શાળા પરિવાર વતી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. તેમજ ખેરગામ તાલુકાનાં પૂર્વ તાલુકા પ્રમુખશ્રી રક્ષાબેન પટેલ અને નવસારી જિલ્લા પૂર્વ સદસ્ય પ્રશાંતભાઈ પટેલ અને આહિર સમાજના આગેવાનઓએ દિકરી ધૃવીને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. પિતા ડાહ્યાભાઈ ધીરુભાઈ આહીર અને માતા સંગીતાબેન સાથે દિકરી ધૃવી આહિર

આદિવાસી સમાજની ધોડિયા બોલીની જાળવણી માટે એક શિક્ષકે બીડુ ઉઠાવ્યું

                                                  આદિવાસી સમાજની ધોડિયા બોલીની જાળવણી માટે એક શિક્ષકે બીડુ ઉઠાવ્યું  દક્ષિણ ગુજરાતમાં ઘોડિયા જ્ઞાતિની બોલીની એક વિશેષતા છે, અગાઉના વડીલો તેને વ્યવહારમાં ઉપયોગ કરતા હતા પણ આજનો યુવા વર્ગ તેનો ઉપયોગ કરતા શરમાય છે, પણ તેના કારણે જ ધોડિયા બોલી ધીરે ધીરે મૃતપાય તરફ જવાને આરે છે, ત્યારે તેને સાચવવા માટે કપરાડા તાલુકાના ધોધડકુંવા ગામે રહેતા શિક્ષકે પ્રયાસ શરૂ કરી ધોડિયા બોલીમાં વાર્તા સંગ્રહ અને 100થી વધુ કહેવતોની એક બુક પ્રકાશિત કરી છે, જેથી આવનારી પેઢી તેને જોઈ સમજી અને બોલી શકે. કપરાડા તાલુકાના ધોધડકુંવા ગામે રહેતા અરવિંદભાઈ પટેલ જેઓ 1986થી ઉદવાડા ગામે શિક્ષક તરીકેની કામગીરી શરૂ કરી હતી, તેઓ હાલ ધરમપુર ખાતે હાઈસ્કૂલમાં સેવા આપી રહ્યા છે, તેમણે આદિવાસી ધોડિયા બોલીને સાચવવા માટે અત્યાર સુધીમાં અનેક પુસ્તકો લખ્યા છે. જેમાં ભવોભવની પ્રીત,ઘાટધાટના પાણી,ચલ ઉડ પવન પાવડી,સાત ઠગનો એક ઠગ ,અણ નાઈ તે પોર, ચક્રમ ચાડીયો, તેઓ peop...

Vasrai(Mahuva,Surat) : ધોડિયા સમાજ ભવન વસરાઈ (મહુવા) ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

    Vasrai(Mahuva,Surat) : ધોડિયા સમાજ ભવન વસરાઈ (મહુવા) ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.  તારીખ :૦૫-૦૬-૨૦૨૪નાં વિશ્વ પર્યાવરણ દિન નિમિતે સુરત જિલ્લાના મહુવા તાલુકા વસરાઇ ધોડિયા સમાજ ભવન ખાતે કારોબારી શ્રી દિલીપભાઈ મહેતાના સુંદર વિચાર થકી લોકભાગીદારીથી વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં (૬૦) નાળીયેરી (મલેશિયન ડ્રાફ્ટ વેરાયટી)ના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.  સમાજના જાગૃતિ અને કર્મનિષ્ઠ ગ્રામજનો અને  આગેવાનો શ્રી કમલેશભાઈ, શ્રી અશ્વિનભાઈ, શ્રી યોગેશભાઈ, શ્રી ઉમેદભાઈ, શ્રીમતી સવિતાબેન, શ્રીમુકેશભાઈ, શ્રી વિનોદભાઈ, શ્રી મનોજભાઈ અને શ્રીધ્યેય વગેરે ઉપસ્થિતમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ૫, જૂન વિશ્વ પર્યાવરણ દિન નિમિતે પર્યાવરણ જાળવણીનાં પ્રયાસ રૂપે આજનાં કાર્યક્રમમાં  ઉપસ્થિત રહેલ તમામનો ધોડિયા સમાજ મંડળ વતી મુકેશભાઈ મહેતાએ  આભાર વ્યક્ત કર્યો હતો.