Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો. ગરવી ગુજરાત થીમ આધારિત તા.23.09.2024 ના સોમવારના દિને BRC કક્ષાએ કલા ઉત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધા, ગાયન સ્પર્ધા, વાદન સ્પર્ધા અને બાળ કવિ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રાથમિક શાળા હરણગામના રોનક કિરીટભાઈ પટેલ સંગીત વાદનમાં પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. ગાયન સ્પર્ધામાં પ્રિન્સ અભિમન્યુ હળપતિ પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. વિજેતા વિદ્યાર્થીઓને સી.આર.સી.શ્રી.કૉ. ઓ. ફડવેલ, બી.આર.સી.શ્રી.કૉ. ઓ. ચીખલી તા.પ્રા.શિ.શ્રી ચીખલી, પ્રમુખ શ્રી ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને તમામ હોદ્દેદારો, ચીખલી શિક્ષક પરિવાર ગ્રૂપ પે સેન્ટર રાનકુવા શિક્ષક પરિવાર ,હરણગામના ગ્રામજનો ,શાળા પરિવાર, શાળા વ્યવસ્થાપન સમિતિ હરણગામ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વિજેતા થયેલ બાળકો અને એમને પ્રોત્સાહન અને તાલીમ આપી તૈયાર કરનાર સારસ્વત ભાઈ શ્રી સુનિલભાઈ , સાથી કલાકાર શ્રી ટ્વિન્કલભાઈ , મંજીરા વાદક વિદ્યાર્થી પ્રિન્સ પટેલનો શાળા પરિવાર સાભિનંદન સાથે આભાર માને છે.
નવસારી : પ્રાકૃતિક ખેતી દ્વારા સારી આવક મેળવતા નવસારી જીલ્લાના ખેરગામ તાલુકાના ખેડૂત શ્રી ઈશ્વરભાઈ ગરાસિયા અને પ્રિતેશભાઈ પટેલ
નવસારી : પ્રાકૃતિક ખેતી દ્વારા સારી આવક મેળવતા નવસારી જીલ્લાના ખેરગામ તાલુકાના ખેડૂત શ્રી ઈશ્વરભાઈ ગરાસિયા અને પ્રિતેશભાઈ પટેલ
પ્રાકૃતિક ખેતી અપનાવી સમૃદ્ધ બની રહ્યા છે રાજ્યના ખેડૂતો… CMO Gujarat Raghavji Patel #gujaratinformation #GOGConnect #mahitigujarat #infogujarat #cmogujarat #organicfarming #naturalfarming #farming #gujarat
Posted by Gujarat Information on Saturday, July 13, 2024
Comments
Post a Comment